દેશભરમાં કોરોનાનો કાળો કેર.... આંકડા જોઇને ચોંકી જશો... શું છે તાજા સ્થિતિ જાણો
દેશભરમાં કોરોનાની ભયંકર સ્થિતિ છે. સતત કોરોનાના રેકોર્ડ બ્રેક કેસ નોંધાઇ રહ્યાં છે. તો ડેથ રેટમાં પણ સતત થઇ રહેલો વધારો ચિંતાજનક ચોક્કસ છે. સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા પર નજર કરીએ તો છેલ્લા 24 કલાકમાં 1,84,372 નવા કોરોનાના કેસ સામે આવ્યા છે 1027 લોકોના મોત થયા છે. જો કે તેની સામે 82,339 લોકો સાજા થયા છે. દેશમાં કુલ કેસનો આંકડો એક કરોડ 38 લાખ 73 હજાર 825 પર પહોંચ્યો છે તો અત્યાર સુધીમાં એક કરોડ 23 લાખ 36 હજાર 036 લોકોને ડિસ્ચાર્જ કરાયા છે. દેશમાં કુલ એક્ટિવ કેસની વાત કરીએ તો. કુલ એક્ટિવ કેસ 13 લાખ 65 હજાર 704 છે. કોરોનાના કારણે અત્યાર સુધીમાં કુલ 1 લાખ 72 હજાર 085 લોકો મોતને ભેટ્યાં છે.
















