શોધખોળ કરો
Cyclone Tauktae: મુંબઇના દરિયામાં ઉંચા મોજા ઉછળ્યા, ગેટ વે ઓફ ઇન્ડિયા પાસે રસ્તા સુધી પહોંચ્યુ પાણી
મહારાષ્ટ્ર, કેરલ, કર્ણાટક, ગોવા અને ગુજરાતમાં તૌકતે વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. આજ સાંજ સુધીમાં ગુજરાતના દરિયાકાંઠે વાવાઝોડું ટકરાય તેવી સંભાવના છે. મુંબઇમાં પણ વાવાઝોડાના કારણે વરસાદ થયો હતો. મુંબઇના ગેટ વે ઓફ ઇન્ડિયા પર સમુદ્રનું પાણી રસ્તા પર પહોચી રહ્યુ છે. સમુદ્રમાં ઉંચા મોજા ઉછળી રહ્યા છે. તૌકતે વાવાઝોડાના કારણે મુંબઈનો બાંદ્રા વર્લી સી લિંક બંધ કરવામાં આવ્યો છે. હાલ દરમિયામાં ઊંચા મોજા ઉછળી રહ્યા છે. જેને લઈ તંત્ર દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે.
દેશ
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
આગળ જુઓ





















