Indian Man Killed In Dallas: અમેરિકામાં ભારતીય મૂળના યુવકની હત્યા, પોલીસે હત્યારાની કરી ધરપકડ
અમેરિકામાં ભારતીય મૂળના યુવકની હત્યાની ઘટનાથી હડકંપ મચી ગયો છે. પત્ની અને પુત્રની સામે જ યુવકની બેરહેમીપૂર્વક ગળુ કાપી હત્યા કરી દેવાઈ. ડેલેસમાં વોશિંગ મશીનને લઈને થયેલા ઝઘડામાં આરોપીઓએ ભારતીય મૂળના મેનેજર ચંદ્ર મૌલી નામના યુવકની હત્યા કરી નાખી. આરોપી મૃતકની સાથે જ કામ કરતો હતો. જોકે, પોલીસે આરોપીની ધરપકડ કરી છે. 37 વર્ષીય આરોપી ગુનાહિત ઈતિહાસ ધરાવે છે.
અમેરીકામાં એક હત્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ અંગે પોલીસે જણાવ્યું હતું કે, ટેક્સાસમાં વોશિંગ મશીન અંગેના વિવાદ બાદ 50 વર્ષીય ભારતીય મૂળના મોટેલ મેનેજરનું તેની પત્ની અને પુત્રની સામે જ માથું કાપી નાખવામાં આવ્યું હતું. ગુનાહિત રેકોર્ડ ધરાવતા સહ-કાર્યકર શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે અને તેના પર હત્યાનો આરોપ મૂકવામાં આવ્યો છે.
બુધવારે સવારે ડલ્લાસના ડાઉનટાઉન સ્યુટ્સ મોટેલમાં આ ઘટના બની હતી. ડલ્લાસ પોલીસ વિભાગના જણાવ્યા અનુસાર, કર્ણાટકના મૂળ નિવાસી ચંદ્ર મૌલી "બોબ" નાગમલ્લાહની તેના સહકાર્યકર યોર્ડાનિસ કોબોસ-માર્ટિનેઝ સાથે તૂટેલા વોશિંગ મશીન અંગેના વિવાદ બાદ હત્યા કરવામાં આવી હતી.





















