Lonavala Bhushi Dam Incident | લોનાવાલા ડેમમાં પૂર આવતાં આખો પરિવાર તણાયો, હાજર લોકો બચાવી ન શક્યા
Woman And 4 Children Drowned in Waterfall: મહારાષ્ટ્રમાં પુણેના લોનાવાલા વિસ્તારમાં ભૂશી ડેમ પાસે એક મોટી દૂર્ઘટના સર્જાઇ છે. ભુશી ડેમ છલકાઇ જતાં ડેમ પાસેના ધોધમાં 5 લોકો ડૂબી તણાયા છે. મળતી માહિતી મુજબ, તેમાં એક મહિલા અને 4 બાળકોનો સમાવેશ થાય છે. પોલીસ અને રેસ્ક્યૂ ટીમે 2 મૃતદેહ બહાર કાઢ્યા છે. હાલમાં શોધખોળ અને બચાવ કામગીરી ચાલી રહી છે.
માહિતી આપતાં પુણેના એસપી પંકજ દેશમુખે જણાવ્યું કે રાહત અને બચાવ માટે ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. તેમણે જણાવ્યું કે ધોધમાં ડૂબી ગયેલા પાંચેય લોકો પુણે સૈયદ નગરના રહેવાસી છે. આ તમામ લોકો એક જ પરિવારના છે.
લોનાવાલાના ભુશી ડેમ પાસે દૂર્ઘટના
જણાવવામાં આવી રહ્યું છે કે આ તમામ લોકો ચોમાસાની રજાઓ મનાવવા લોનાવાલા ગયા હતા. ભૂશી ડેમની પાછળ આવેલા પહાડી ધોધમાં પરિવારના 5 સભ્યો તણાઈ ગયા છે. તેને રેલ્વેનો ધોધ કહેવામાં આવે છે. આ પાણી ભુશી ડેમમાં પ્રવેશે છે. લોનાવાલા શહેર પોલીસની ટીમ અને શિવ દુર્ગ બચાવ ટીમ દ્વારા શોધખોળ ચાલુ છે. શાહિના પરવીન (40) નામની મહિલા અને 13 વર્ષની બાળકીના મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે ત્રણ બાળકો ગુમ છે.
ગુમ થયેલા બાળકોની ઉંમર 4 થી 6 વર્ષની વચ્ચે હોવાનું એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. પુણે દેહતના પોલીસ અધિક્ષક પંકજ દેશમુખે જણાવ્યું હતું કે આ ઘટના બપોરે 1.30 વાગ્યાની આસપાસ બની હતી, ત્યારબાદ શોધ અને બચાવ ટીમોને ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી.