Mann Ki Baat : વડાપ્રધાન મોદીએ ચૈત્રી નવરાત્રિ, ગુડી પડવા અને ભારતીય નવા વર્ષની પાઠવી શુભકામના
Mann Ki Baat : વડાપ્રધાન મોદીએ ચૈત્રી નવરાત્રિ, ગુડી પડવા અને ભારતીય નવા વર્ષની પાઠવી શુભકામના
Mann Ki Baat : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મન કી બાત કાર્યક્રમ દ્વારા દેશવાસીઓને સંબોધિત કર્યા હતા. મન કી બાત કાર્યક્રમનો આ 120મો એપિસોડ છે. મન કી બાતની શરૂઆતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને ચૈત્ર નવરાત્રી, ગુડી પડવા અને ભારતીય નવા વર્ષની શુભકામના આપી હતી.
વડાપ્રધાન મોદીએ રવિવારે 'મન કી બાત' કાર્યક્રમના 120મા એપિસોડમાં દેશવાસીઓને ચૈત્ર નવરાત્રી, ગુડી પડવા અને હિન્દુ નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી. મોદીએ કહ્યું, આજે આ શુભ દિવસે મને તમારી સાથે 'મન કી બાત' કરવાની તક મળી છે. આજથી ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ થયો છે. ભારતીય નવું વર્ષ પણ આજથી શરૂ થયું છે. આજથી વિક્રમ સંવત 2082 શરૂઆત થઈ છે.




















