PM Modi Wayanad Visit | 422 લોકોનો ભોગ લેનાર વાયનાડ ભૂસ્ખલન સ્થળનું PM મોદીએ કર્યું હવાઈ નિરીક્ષણ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવાર (10 ઓગસ્ટ 2024) કેરળ પહોંચ્યા હતા. પીએમ સવારે 11:20 વાગ્યે કન્સુર એરપોર્ટ પર પહોંચ્યા હતા. અહીં રાજ્યપાલ આરફ મોહમ્મદ ખાન અને મુખ્યમંત્રી પિનારાઈ વિજયનનું સ્વાગત કર્યું. પીએમ અહીંથી વાયનાડ પહોંચ્યા અને ભૂસ્ખલનગ્રસ્ત વિસ્તારનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું. પીએમ આ સમય દરમિયાન ભૂસ્ખલનથી પીડિતોને હોસ્પિટલ અને રાહત શિબિરોમાં જઈને પણ મળ્યા.
વિપક્ષના નેતા રાહુલ ગાંધી, જે વાયનાડના પૂર્વ સાંસદ, ને વાયનાડનો પ્રવાસ નક્કી કરવા માટે પીએમ નરેન્દ્ર મોદીનો આભાર. તેમણે આશા વ્યક્ત કરી હતી કે, આ મુલાકાત બાદ વાયનાડ ભૂસ્ખનને "રાષ્ટ્રીય આપદા" જાહેર કરાય. નોંધનીય છે કે, આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 422 લોકોના મોત નીપજ્યા છે. જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે.





















