Rahul Gandhi | Gujarat Politics | ગુજરાત કોંગ્રેસ કાર્યાલય પર તોડફોડમુદ્દે રાહુલનું મોટું નિવેદન
Rahul Gandhi | અમદાવાદ ખાતે આવેલા કોંગ્રેસ કાર્યાલય રાજીવ ગાંધી ભવનમાં થયેલી તોડફોડને લઈ કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું છે. તેમજ ભાજપ પર પ્રહાર કર્યા હતા. તેમણે ફરી એકવાર ગુજરાતમાં ઇન્ડિયા ગઠબંધ જીતશે તેવો દાવો કર્યો હતો. નોંધનીય છે કે, ગઈ કાલે રાહુલ ગાંધીના સંસદમાં હિન્દુ અંગેના નિવેદન મુદ્દે ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો સામસામે આવી ગયા હતા. એટલું જ નહીં, સામસામો પથ્થરમારો પણ થયો હતો. ભાજપના કાર્યકરો કોંગ્રેસ કાર્યાલય પર વિરોધ કરવા જતા આ બબાલ થઈ હતી. પોલીસે આ કેસમાં કોંગ્રેસ ધારાસભ્ય શૈલેષ પરમારની અટકાયત પણ કરી હતી. ભાજપે શૈલેષ પરમાર પર ગુંડાગર્દીના આરોપ પણ લગાવ્યા હતા.




















