Mohan Bhagwat | કોલકાતામાં બનેલી ઘટના શરમજનક, આરોપીઓને બચાવવાના પ્રયાસો થયા
Mohan Bhagwat | કોલકાતામાં બનેલી ઘટના શરમજનક, આરોપીઓને બચાવવાના પ્રયાસો થયા
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતી નાગપુરમાં આયોજિત દશેરાના કાર્યક્રમમાં સંબોધન કરતા સમયે કોલકત્તાની આર્જીકર મેડિકલ કોલેજમાં થયેલા દુષ્કર્મના કેસ મુદ્દે પણ નિવેદન આપ્યું. ભાગવતે સમગ્ર કેસને લઈને ઝડપથી કારવાહી કરવાની માંગ કરી છે. આ સાથે સાથ પશ્ચિમ બંગાળની મમતા સરકાર પર આરોપીઓને બચાવવાનો પણ આરોપ લગાવ્યો. મોહન ભાગવતે કહ્યું કે એક દ્રોપદીના વસ્ત્રને હાથ લગાવવા પર મહાભારત થઈ ગયું હતું. ત્યારે આરજેકર મેડિકલ કોલેજની આ ઘટના આપણા બધાને કલંકિત કરી. આવી ઘટના પર નિયંત્રણ કરવું જોઇએ અને આવી ઘટનાઓ ન બને તે માટે એલર્ટ રહેવું જોઇએ. પરંતુ ઘટના ઘટ્યા બાદ પણ આરોપીઓનો બચાવવાના પ્રયાસ થયા.





















