All Party Meeting : આતંકીઓની ખેર નહીં... આ તો હજુ ટ્રેઇલર , સર્વદળીય બેઠકમાં શું થઈ ચર્ચા?
All Party Meeting : આતંકીઓની ખેર નહીં... આ તો હજુ ટ્રેઇલર , સર્વદળીય બેઠકમાં શું થઈ ચર્ચા?
ગઈ કાલે ભારતીય આર્મીએ કરેલી એરસ્ટ્રાઇક બાદ આજે સરકારે સંસદ સંકુલમાં સર્વપક્ષીય બેઠક યોજી હતી અને ઓપરેશન વિશે માહિતી આપી હતી. આ બેઠક લગભગ દોઢ કલાક ચાલી. વિપક્ષે આ કાર્યવાહી પર સંતોષ વ્યક્ત કર્યો અને કહ્યું કે તેઓ આ મુદ્દે સરકારની સાથે છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ‘ઓપરેશન સિંદૂર’ યથાવત હોવાનું નિવેદન આપ્યું છે. સૂત્રો અનુસાર સરકારે કહ્યું છે કે લગભગ 100 આતંકવાદીઓ માર્યા ગયા છે. જોકે, હજુ સુધી કોઈ ચોક્કસ માહિતી આપી નથી.
સર્વપક્ષીય બેઠક દરમિયાન, કોંગ્રેસના સાંસદ અને રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું, અમે તેમનું કહેવું સાંભળ્યું. તેમણે એમ પણ કહ્યું કે કેટલીક ગુપ્ત માહિતી બહાર શેર કરી શકાતી નથી. અમે તેમને કહ્યું કે અમે બધા સરકાર સાથે છીએ. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું, સરકારને અમારો સંપૂર્ણ ટેકો આપ્યો છે. AIMIM નેતા અસદુદ્દીન ઓવૈસીએ બેઠક બાદ કહ્યું, મેં ઓપરેશન સિંદૂર માટે આપણા સશસ્ત્ર દળો અને સરકારની પ્રશંસા કરી છે. મેં એવું પણ સૂચન કર્યું કે આપણે રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF) સામે વૈશ્વિક ઝુંબેશ શરૂ કરવી જોઈએ.




















