Satish Shah Passed Away: સારાભાઈ Vs સારાભાઈ ફેમ સતીશ શાહનું નિધન, 74 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
Satish Shah Passed Away: સારાભાઈ Vs સારાભાઈ ફેમ સતીશ શાહનું નિધન, 74 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
બોલિવૂડ અને ટીવી જગતના દિગ્ગજ અભિનેતા સતીશ શાહ નું આજે, 25 ઓક્ટોબર ના રોજ 74 વર્ષની વયે કિડની ફેલ્યોર ને કારણે અવસાન થયું છે. તેમના નજીકના મિત્ર અને દિગ્દર્શક અશોક પંડિતે આ દુઃખદ સમાચારની પુષ્ટિ કરી છે. સતીશ શાહનું નિધન મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં બપોરે 2:30 વાગ્યે થયું હતું. સતીશ શાહે પોતાની કારકિર્દીમાં અસંખ્ય ફિલ્મોમાં કામ કર્યું, પરંતુ તેમને ટીવી શો 'સારાભાઈ વર્સિસ સારાભાઈ' માં ઇન્દ્રવદન 'ઇન્દુ' સારાભાઈ ની ભૂમિકાથી અપાર લોકપ્રિયતા મળી હતી. તેમના અંતિમ સંસ્કાર 26 ઓક્ટોબર ના રોજ કરવામાં આવશે. અભિનેતાના અચાનક અવસાનથી ફિલ્મ અને ટીવી ઉદ્યોગમાં શોકનું મોજું ફરી વળ્યું છે.




















