Dwarka News : ગોમતીઘાટમાં ન્હાવા પડેલા 2 યુવકોના મોત, એકનો થયો બચાવ
Dwarka News : ગોમતીઘાટમાં ન્હાવા પડેલા 2 યુવકોના મોત, એકનો થયો બચાવ
ગઇ કાલે દ્વારકા માં નાહવા પડેલ અને ડૂબી ગયેલા બે વ્યક્તિઓ ના મૃતદેહ દરિયામાં મળી આવ્યા. ઊંઝા અને સિદ્ધપુર તાલુકા ના પ્રવાસીઓ દરિયામાં નાહવા પડેલા. શૈલેષ ગોસ્વામી 32 વર્ષ અને ધ્રુવિલ પ્રકાશ ગિરી ગૌસ્વામી ના મૃતદેહ ફાયર રેસ્ક્યુ ટીમ ને તરતા દેખાયા.. પાંચકુઇ વિસ્તારના દરિયામાં બંને મૃતદેહોને દરિયામાંથી કાઢવા દ્વારકા ફાયર ટીમે પ્રયાસો હાથ ધર્યા.. કાંઠા થી દૂર દરિયામાં પેટ્રોલિંગ દરમ્યાન બે મૃતદેહો દેખાતા પાલિકા ફાયર ટીમે તેમને કાઢી દ્વારકા હોસ્પિટલ લાવવા કાર્યવાહી હાથ ધરી..
દ્વારકા ગોમતી ઘાટ પર અંદાજે 3 વાગ્યાના સમયે આ ડૂબવાની ઘટના બની . ડૂબતા લોકો એ રાડા રાડ કરતા સ્થાનિકો એ એક યુવક ને બચાવી લઈ 108મારફત સરકારી હોસ્પિટલ ખસેડ્યો.. અન્ય બે લોકો ડૂબી જતા પાલિકા ની ફાયર ટીમ અને સ્થાનિક તરવૈયા ઉપરાંત સ્થાનિક સ્કુબા ડ્રાઈવર આ યુવાનો ને શોધવા લાગી ગયા હતા. આ લોકો ઊંઝા અને સિદ્ધપુર તાલુકાથી આવ્યા હતા. તમામ 9 લોકો દ્વારકા એક સાથે દર્શને આવ્યા હતા. ડૂબેલા લોકોમાંથી સારવાર હેઠળ હર્ષિલ પ્રકશગીરી ગોસ્વામી સારવાર હેઠળ છે. જેને કાલે બચાવી લેવામાં આવ્યો હતો.
જ્યારે શૈલેષ દાયાપુરી ગોસ્સવામી ( ઉ.32 વર્ષ0 અને ધ્રુવિલ પ્રકાસગીરી ગોવસ્વામી (ઉ.160)નું મોત નીપજ્યું છે.





















