Patan News : પાટણમાં 3 જીવીત વ્યક્તિને આધાર ડેટામાં મૃત જાહેર કરાતા હાલાકી
Patan News : પાટણમાં 3 જીવીત વ્યક્તિને આધાર ડેટામાં મૃત જાહેર કરાતા હાલાકી
આધારકાર્ડ સંબંધિત ગંભીર ભુલનો થયો પર્દાફાશ પાટણ જિલ્લામાં. પાટણના ભાટીયાવાડ, જ્વાળામુખી અને દુખવાડા વિસ્તારમાં રહેતા ત્રણ જીવીત સિનિયર સિટીઝનોને આધાર ડેટામાં મૃત જાહેર કરવામાં આવ્યા. આ ભુલના કારણે અરજદારો સરકારી યોજનાના લાભથી વંચિત બન્યા. જેમાં તેમના વિધવા પેન્શન બંધ થઈ ગયા છે. અને બેંકમાંથી નાણા ઉપાડવામાં પણ મુશ્કેલી પડી રહી છે. આધાર્ડ કાર્ડમાં થયેલી આ ટેક્નિકલ ખામી સુધારવા માટે સિનિયર સિટિઝનોએ કચેરી પર ધરમના ધક્કા તો ખાઈ રહ્યા છે. પરંતુ કલેક્ટર કચેરીના કર્મચારીઓ પણ અમદાવાદ સ્થિત આરઓ ઓફિસને ઈમેલથી જાણ કરવાની ખાલી વાર્તાઓ જ કરી રહ્યા છે. કાર્ડ બંધ હોવાથી નિરાધાર અરજદારોને જીવન નિર્વાહ કરવા માટે આર્થિક તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થિતિ તો એવી આવી છે કે આ નિરાધારા સિનિયર સિટીઝનોને હવે જીવન જીવવા માટે પાડોશીઓની નાછૂટકે મદદ લેવી પડી રહી છે.






















