શોધખોળ કરો
નરેન્દ્ર મોદીએ ભાજપના આ પીઢ નેતાને કર્યો ફોન, નેતાએ ના ઓળખ્યા ને પૂછ્યુ , તમે કોણ બોલો?
દેશમાં કોરોનાના કહેર વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉંઝાના પૂર્વ ધારાસભ્ય અને ભાજપના પીઢ નેતા નારાણભાઈ પટેલને ફોન કર્યો હતો અને તેમના ખબર-અંતર પૂછ્યા હતા. નારાણભાઈ પહેલો તો નરેન્દ્ર મોદીનો અવાજ ઓળખી નહોતા શક્યા. જેથી મોદીએ કહ્યું હતું કે, હું નરેન્દ્ર મોદી બોલું છું. આ પછી નારાણભાઈ તરત તેમને ઓળખી ગયા હતા. સામે પક્ષે નરેન્દ્ર મોદીએ હળવા અંદાજમાં કહ્યું હતું કે, કાકા આવું કરવાનું? આ પછી નારાણભાઈએ પણ લોકડાઉનના વખાણ કર્યા હતા. મોદીએ નારાણભાઈના ઘૂંટણના દર્દ વિશે પણ સમાચાાર પૂછ્યા હતા.
આગળ જુઓ




















