IPS અભયસિંહ ચુડાસમાએ રાજકારણમાં આવવાને લઈને કર્યો મોટો ખુલાસો, કહ્યું – રાજકારણ મારું ક્ષેત્ર....
ગુજરાત પોલીસના એડિશનલ ડીજી અભયસિંહ ચુડાસમાએ રાજનીતિમાં પ્રવેશ કરશે તેવી ચર્ચાઓને વિરામ આપતાં મોટો ખુલાસો કર્યો છે. ગીર સોમનાથના કોડીનાર ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે તેઓ નિવૃત્તિ પછી રાજનીતિમાં જોડાવાના નથી.
અભયસિંહ ચુડાસમાએ જણાવ્યું કે, "મારી નોંધ બહુ લેવાય છે. લોકો હંમેશા અનુમાન લગાવતા રહે છે કે હું આગળ શું કરીશ. પરંતુ હું સ્પષ્ટ કહું છું કે હું રાજનીતિમાં જવાનો નથી. મારું ક્ષેત્ર રાજનીતિ નથી."
તેમણે વધુમાં જણાવ્યું કે, "નિવૃત્તિ બાદ હું સમાજસેવાના કામમાં જોડાઈશ. ખાસ કરીને શિક્ષણ ક્ષેત્રે કામ કરવા માંગું છું. એક ટીમ બનાવીને આપણા ગામડાઓમાં જઈશું અને વિદ્યાર્થીઓને જરૂરી સુવિધાઓ પૂરી પાડવાનો પ્રયાસ કરીશું."
















