Umesh Makwana resign: AAPમાંથી ઉમેશ મકવાણાની હકાલપટ્ટી!| Abp Asmita | 26-6-2025
Umesh Makwana resign: AAPમાંથી ઉમેશ મકવાણાની હકાલપટ્ટી!| Abp Asmita | 26-6-2025
ગુજરાત આમ આદમી પાર્ટીમાં કભી ખુશી કભી ગમ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. એક બાજ વિસાવદર બેઠક પરથી ગોપાલ ઈટાલીયાની જીત થઈ છે તો બીજી તરફ બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા નારાજ થયા છે. ઉમેશ મકવાણાએ આજે સવારે ધારાસભ્ય પદેથી રાજીનામું આપવાની અટકળો વચ્ચે દંડકપદેથી રાજીનામું આપ્યું છે. ઉમેશ મકવાણાએ ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદ યોજી દંડક પદેથી રાજીનામું આપી દીધુ છે. જોકે તેમણે હજુ ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું નથી આ વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે.
ઉમેશ મકવાણાના નિવેદન અને તેમના રાજીનામા બાદ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ ઉમેશ મકવાણાને 5 વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા છે. આમ ઉમેશ મકવાણા પાર્ટી છોડે તે પહેલા જ પાર્ટીએ તેમને બહારનો રસ્તો બતાવી દીધો છે. એવી પણ અટકળો સામે આવી છે ઉમેશ મકવાણા કા તો બીજેપીમાં જશે અથવા કોઈ નવી પાર્ટી બનાવી શકે છે. જોકે, ઉમેશ મકવાણાએ આ અંગે કોઈ ખુલાસો કર્યો નથી.




















