Vankaner Result 2025: વાંકાનેર નગરપાલિકામાં ભાજપની સત્તા નક્કી, જાણો શું છે સ્થિતિ?
Vankaner Result 2025: વાંકાનેર નગરપાલિકામાં ભાજપની સત્તા નક્કી, જાણો શું છે સ્થિતિ?
સ્થાનિક સ્વરાજની ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. વધુ એક નગરપાલિકામાં ભાજપનું શાસન આવે તેવી વધુ શક્યતા જણાઇ રહી છે. વાંકાનેર નગરપાલિકામાં ભાજપની સત્તા નક્કી થઇ ગઇ છે. 11 બેઠક બિનહરીફ બાદ ભાજપે વાંકાનેરમાં વધુ ચાર બેઠકો મેળવી હતી. 28 બેઠકવાળી વાંકાનેર નપામાં ભાજપને 15 બેઠક મળી હતી. રાપર નપાના વોર્ડ નંબર-1માં, હારીજ નગરપાલિકામાં વોર્ડ નંબર-1, રાજુલા નગરપાલિકામાં વોર્ડ નંબર-1, વંથલી નગરપાલિકામાં વોર્ડ નંબર-4, ગઢડા નગરપાલિકામાં વોર્ડ નંબર-2, પ્રાંતિજ નપામાં વોર્ડ નંબર-1માં ભાજપની પેનલનો વિજય થયો હતો.
















