(Source: ECI/ABP News/ABP Majha)
Saurashtra Rain Effect : સૌરાષ્ટ્રમાં પાછોતરા વરસાદથી ખેડૂતોની બગડી દિવાળી, ક્યાં કેટલું નુકસાન?
દિવાળીના દિવસોમાં ગણતરીના દિવસો બાકી છે અને વરસાદે આફત વરસાવી છે. વરસાદે સૌરાષ્ટ્રની ખેતીને બરબાદ કરી છે. રાજકોટ, અમરેલી, જૂનાગઢ, દ્વારકામાં ધોવાઈ ખેતી. રાજકોટમાં ધોધમાર વરસાદ પડ્યો છે. રાજકોટના હાઈ પ્રોફાઈલ વિસ્તાર અમીન માર્ગ પરના દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું. એક થી દોઢ ફૂટ સુધી પાણી ભરાયેલા છે. જે રીતે આમ આગળ જાશું એ રીતે વધારે પાણી ભરેલું જોવા મળશે. 1 થી દોઢ ફૂટ જે પાણી ભરેલું છે, 1/2 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. ત્યારે ભારે વરસાદને લઈને હજી પણ રાજમાર્ગો પર જોઈ શકાય છે કે વાહન ચાલકો પરેશાન છે. સાથે સાથે આ જે ભારે વરસાદના પગલે જે પહેલા જ્યારે વરસાદ શરૂ થયો ત્યારે જેટલું પાણી ભરાવતું હતું એટલું જ પાણી અત્યારે રાજકોટના રાજમાર્ગો પર છે. હવે વરસાદના છેલ્લા દિવસો છે ત્યારે પણ પાણી ભરાયેલું જોવા મળી રહ્યું છે. એટલે કે મહાનગરપાલિકા દ્વારા પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા હજી સુધી ન કરવામાં આવતા જોઈ શકાય છે કે રાજમાર્ગો પર પાણી જ પાણી જ્યાં જુવો ત્યાં પાણી પાણી જોવા મળી રહ્યું છે. વરસાદનું જોર પણ આસો મહિનાની અંદર સૌથી વધારે હોય છે. ભાદરવો અને આસો આ બે મહિનાની અંદર સૌથી વધારે ભારે વરસાદ પડતો હોય છે. જે અત્યારે દ્રશ્યો બતાવી રહ્યા છીએ રાજકોટના હાઈ પ્રોફાઈલ વિસ્તારની અંદર કે જ્યાં ભારે વરસાદના પગલે ઠેર ઠેર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. રવિવારનો દિવસ છે, લોકો નાવવા માટે પણ અલગ અલગ વિસ્તારોની અંદર અત્યારે નીકળ્યા છે. ખેડૂતોની મુશ્કેલી આ વરસાદ સતત વધારી રહ્યો છે.