Amreli Rain: અમરેલીમાં અઠવાડિયાથી વરસાદ, બગસારની ગોમતી નદીમાં ઘોડાપૂર, જુઓ અહેવાલ
Amreli Rain: અમરેલીમાં અઠવાડિયાથી વરસાદ, બગસારની ગોમતી નદીમાં ઘોડાપૂર, જુઓ અહેવાલ
Gujarat Rain Update: આજે અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો હતો. બગસરામાં ભારે વરસાદ બાદ સ્થાનિક ગોમતી નદીમાં ઘોડાપૂર આવ્યા હતા. આજના દિવસમાં રાજ્યના 108 તાલુકામાં વરસાદ મનમૂકીને વરસ્યો, આજે આઠ તાલુકામાં 2થી 4 ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે. આજે વલસાડના ધરમપુરમાં સૌથી વધુ 4.13 ઈંચ વરસાદ વરસ્યો. આજે પારડીમાં 3.5 ઈંચ વરસાદ વરસ્યો તો ભેંસાણમાં સાડા ત્રણ ઈંચ વરસાદ વરસ્યો, ખેરગામમાં અઢી ઈંચ, વ્યારામાં 2.28 ઈંચ, જૂનાગઢમાં 2.9 ઈંચ, જૂનાગઢમાં 2.09 ઈંચ, વડિયામાં 1.77, વંથલીમાં 1.73 ઈંચ, સોનગઢમાં 1.73, મહુવામાં 1.54 ઈંચ,વલસાડમાં 1.42 ઈંચ, પલસાણામાં 1.38 ઈંચ, વાલોડમાં 1.38 ઈંચ, વઘઈમાં 1.38 ઈંચ, નવસારીમાં 1.26 ઈંચ, વાંસદામાં 1.22 ઈંચ,બારડોલીમાં 1.18 ઈંચ, વાપીમાં 1 ઈંચ, કામરેજમાં 1.06 ઈંચ, ડોલવણમાં એક ઈંચ, સુબીર, અમરેલીમાં એક-એક ઈંચ, આજે ડાંગ,ચીખલી, માણાવદરમાં અડધો ઈંચ વરસાદ વરસ્યો.
જૂનાગઢ જિલ્લામાં આજે મેઘરાજાએ ધુવાધાર બેટિંગ કરી, સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. આજે જૂનાગઢમાં 2.9 ઈંચ વરસાદ વરસ્યો છે. શહેરમાં વરસ્યો 2.09 ઈંચ,વડિયામાં 1.77, વંથલીમાં 1.73 ઈંચ,સોનગઢમાં 1.73 ઇંચ વરસાદ વરસ્યો.





















