(Source: Poll of Polls)
Chotila Leopard: ચોટીલાના માંડવ વનમાં દેખાયો દીપડો, વન વિભાગે કરી પુષ્ટી, જુઓ અહેવાલ
Chotila Leopard: ચોટીલાના માંડવ વનમાં દેખાયો દીપડો, વન વિભાગે કરી પુષ્ટી, જુઓ અહેવાલ
હવે ચોટીલાના માંડવ વન સુધી દીપડા આવી ચડ્યો છે. ચોટીલાના માંડવ વનમાં દેખાયો દીપડો. માંડવ વનમાં દીપડાના આંટાફેરા મોબાઈલ કેમેરામાં કેદ થયા છે. દીપડો માંડવ વનમાં દેખાયાની વન વિભાગે કરી પુષ્ટી. નોંધનીય છે કે, ખોરાકની શોધમાં દીપડા હવે જંગલમાંથી નીકળી શહેરી વિસ્તારો તરફ આવી રહ્યા છે. આ પ્રકારની અનેક ઘટનાઓ સામે આવી ચૂકી છે. ત્યારે હવે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાં દીપડાએ દેખા દેતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. ચોટીલાના માંડવ વનમાં દીપડાએ દેખા દીધી હોવાના સમાચાર સામે આવ્યા છે. દીપડાનો આંટાફેરા મારતો વીડિયો પણ સામે આવ્યો છે. જેની પુષ્ટી પણ વન વિભાગે કરી દીધી છે.




















