(Source: ECI/ABP News/ABP Majha)
Rajkot। Mansukh Saghathiya । કૌભાંડી મનસુખ સાગઠીયાનો રેલો પહોંચ્યો ગાંધીનગર
Rajkot। Mansukh Saghathiya । કૌભાંડી મનસુખ સાગઠીયાનો રેલો પહોંચ્યો ગાંધીનગર
રાજકોટ ગેમઝોન કરૂણાંતિકાને લઇને તપાસનો ધમધમાટ તેજ બન્યો છે. ગેમઝોન અગ્નિકાંડમાં મોટી કાર્યવાહી કરતા સાગઠિયા બંધુઓ પર ગાજ પડી છે. ગાંધીનગર ચીફ ટાઉન પ્લાનિંગ કચેરીમાંથી કે.ડી.સાગઠિયાને દૂર કરવામા આવ્યા છે. કે.ડી.સાગઠિયાને ACTPમાંથી હટાવી GIDBમાં મુકવામાં આવ્યા છે. હવે ACB કે.ડી.સાગઠિયાની તપાસ કરી શકે છે ઉલ્લેખનિય છે કે, ACTP તરીકે બે ઝોનનો ચાર્જ કે.ડી.સાગઠીયા સંભાળતા હતા.નોંધનીય છે કે, રાજકોટ ગેમઝોનની આગમાં 27 જીવ હોમાયા હતા, આ ઘટનાને લઇને ન માત્ર રાજકોટ શહેર પરંતુ આખા ગુજરાત સહિત દેશભરમાં અરેરાટી વ્યાપી ગઇ હતી. આ ઘટનામાં ગેમઝોન સંચાલકની બેદરકારીના કારણે ભીષણ આગ લાગી હતી અને ગેમઝોનમાં કામ કરતા કર્મચારી સહિત 27 લોકો જીવતા ભૂંજાયા હતા. ઘટનાના પગલે તપાસ માટે SITની ટીમની રચના કરવામાં આવી હતી. એસઆઇટીની ટીમની તપાસ પણ હવે આ ઘટનાને લઇને આખરી તબક્કમાં પહોંચી ગઇ છે. ઉલ્લેખનિય છે કે, તપાસ કમિટી પ્રાઈમરી રિપોર્ટ સરકારને સોંપી ચુકી છે અને આખરી રિપોર્ટ એક સપ્તાહમાં સોંપશે.