Gir Somnath Rain : ગીર સોમનાથ જિલ્લામાં સવારથી વરસાદનો પ્રારંભ, જુઓ ક્યાં કેવો પડ્યો વરસાદ?
ગીર સોમનાથઃ વેરાવળ શહેરમાં ભર ઉનાળે ચોમાસા જેવું વાતાવરણ સર્જાયું. એકાએક મેઘરાજાનું આગમન થતા ચોમાસા જેવું વાતાવરણ જોવા મળ્યું. વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ બાદ ધોધમાર વરસાદનું આગમન થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. બીજી તરફ ગ્રામ્ય પંથકમાં જગતનો તાત ચિંતામાં મુકાયો.
આજે વહેલી સવારથી જ ઉના તેમજ ગીર ગઢડાના વિસ્તારોમાં વાતાવરણ વાદળછાયું જોવા મળ્યું. વાદળછાયા વાતાવરણને લઈને ઠંડક પ્રસરી. આજે વહેલી સવારથી જ ઉના તેમજ ગીર ગઢડાના અનેક વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણને લઈને ખેડૂતોમાં ચિંતાનું વાદળ જોવા મળ્યું. ગઈકાલે ઉનાના ગીર વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો.
આગામી 7 દિવસ વરસાદની હવામાન વિભાગની આગાહી. 2 દિવસ છૂટોછવાયો વરસાદ રહેશે. 2 દિવસ બાદ સાર્વત્રિક વરસાદની હવામાન વિભાગે કરી આગાહી . કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી . રાજકોટ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, સુરત, ભરૂચ, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલી માં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી .
આવતીકાલે સૌરાષ્ટ્ર કચ્છમાં ભારે વરસાદની આગાહી . અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન ને કારણે સ્થિતિ . સાયક્લોનિક સર્ક્યુલેશન 12 કલાક બાદ લો પ્રેશર માં પરિવર્તિત થશે અને 36 કલાક બાદ ડિપ્રેશન થશે . આજે અમદાવાદમાં વરસાદની આગાહી , 40 ડિગ્રી તાપમાન રહેશે.





















