Surat news : સુરતમાં MTB કોલેજમાં વિરોધ પ્રદર્શનને લઈ ABVPની પ્રતિક્રિયા
સુરતની MTB આર્ટ્સ કોલેજના પ્રિન્સિપાલને આઠ કલાક ગોંધી રાખ્યાનો એબીવીપીના કાર્યકર્તાઓ પર લાગ્યો આરોપ. બીએના પ્રથમ વર્ષમાં પ્રવેશમાં 135 સીટ સામે આઠ હજાર ઓફર લેટર આપવાના વિવાદમાં એબીવીપીએ કોલેજને બાનમાં લીધી. ઈન્ચાર્જ આચાર્ય ડોક્ટર રૂદ્રેશ વ્યાસને ઓફિસનો દરવાજો બંધ કરીને આઠ કલાક ગોંધી રખાયા. ઈન્ચાર્જ આચાર્યે ઉમરા પોલીસમાં એબીવીપીના મહાનગર મંત્રી સહિત નવ કાર્યકર્તાઓ વિરૂદ્ધ અરજી કરી છે.. અરજીમાં ઈન્ચાર્જ આચાર્યએ એબીવીપીના કાર્યકર્તાઓએ ધમકી અને અપશબ્દો બોલી હુમલાનો પ્રયાસ કર્યાનો આરોપ લગાવ્યો છે. એબીવીપીના કાર્યકર્તાઓએ રાજકીય દબાણ બતાવી તેમને પદ પરથી હટાવી દેવાની ધમકી પણ આપી હતી.. જો કે વિવાદ બાદ કોલેજ પ્રશાસને આચાર્યને પદ પરથી હટાવી દીધા છે.. એબીપી અસ્મિતા સાથે વાત કરતા મહાનગર મંત્રી રવિ માંગરોળીયાએ વિદ્યાર્થીઓના હિતમાં આંદોલન કર્યુ હોવાનું અને પોલીસ તપાસમાં પણ સંપૂર્ણ સહકાર આપવાનું નિવેદન આપ્યું..















