Surat BJP Neta Video : સુરતમાં લાફાકાંડ બાદ ભાજપના વધુ એક નેતાનો તમાશો
સુરતમાં ભાજપ કાર્યાલય પર થયેલી મારામારીની ઘટના બાદ વધુ એક વિવાદ થયો.. ભાજપના વોર્ડ નંબર 24ન પ્રમુખ પ્રકાશ ખેરનારે જાહેર રસ્તા પર જ જન્મદિવસની ઉજવણી કરીને નિયમોના ધજાગરા ઉડાવી દીધા.. સોશલ મીડિયામાં વાયરલ થયેલ ઉજવણીનો આ વીડિયો જુઓ. પ્રકાશ ખેરનારે ઉધના વિસ્તારમાં પોતાના આતશબાજી સાથે જન્મ દિવસની ધામધુમથી ઉજવણી કરી.. સાંઈબાબા સોસાયટીના ગેટ પર જાહેર રસ્તા પર જ કાર્યકર્તાઓ સાથેમળીને ફટાકડા ફોડવામાં આવ્યા. કેક કાપવામાં આવી. ભાજપ વોર્ડ પ્રમુખે જાહેરમાં કરેલી ઉજવણીથી સામાન્ય જનતાને હાલાકી ભોગવવાનો વારો આવ્યો.. ભાજપ વોર્ડ પ્રમુખે કરેલા પોલીસના જાહેરનામાના ઉલ્લંઘનથી સ્થાનિકોમાં પણ ભારે રોષ છે.. જો કે એબીપી અસ્મિતા સાથે વાત કરતા પ્રકાશ ખેરનારે બચાવ કરતા કહ્યું કે કાર્યકર્તાઓની માગને લઈને ઉજવણી કરી.. ત્યારે સવાલ એ છે કે સામાન્ય જનતા પર જે રીતે કાર્યવાહી કરવામા આવે છે તેવી કાર્યવાહી સુરત પોલીસ ભાજપ વોર્ડ પ્રમુખ વિરૂદ્ધ કરે છે કે કેમ..
















