Surat Congress: સુરત જીલ્લામાં કોંગ્રેસમાં મોટું ગાબડું, 400થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા
સુરત જિલ્લા કૉંગ્રેસમાં પડ્યું મોટુ ગાબડુ.. જિલ્લા કૉંગ્રેસ પ્રમુખ આનંદ ચૌધરીના નજીકના ગણાતા માંડવી તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ શંકર ચૌધરી સહિત 400થી વધુ કૉંગ્રેસ કાર્યકર્તાઓએ કૉંગ્રેસનો હાથ છોડીને ભાજપનો ખેસ ધારણ કર્યો.
સુરત જિલ્લા કૉંગ્રેસમાં પડ્યું મોટુ ગાબડુ.. જિલ્લા કૉંગ્રેસ પ્રમુખ આનંદ ચૌધરીના નજીકના ગણાતા માંડવી તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ શંકર ચૌધરી સહિત 400થી વધુ કૉંગ્રેસ કાર્યકર્તાઓએ કૉંગ્રેસનો હાથ છોડીને ભાજપનો ખેસ ધારણ કર્યો. રાજ્યમંત્રી કુંવરજી હળપતિની અધ્યક્ષતામાં માંડવીમાં યોજાયેલા સંમેલનમાં શંકર ચૌધરી, અરવિંદ રાઠોડ સહિત અનેક હોદ્દેદારો, મહિલાઓ સહિત 400થી વધુ કૉંગ્રેસના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા.. ભાજપમાં જોડાયા શંકર ચૌધરીએ કૉંગ્રેસ પર શાબ્દિક પ્રહાર કર્યા.. પક્ષ પ્રત્યે નારાજગી અને અસંતોષ વ્યક્ત કરતા શંકર ચૌધરીએ આરોપ લગાવ્યા કે કૉંગ્રેસના મોટા નેતાઓ તેમની વાત સાંભળતા નહોતા.. .





















