Bharuch Narmada River : ભરૂચના ગોલ્ડન બ્રિજ પાસે નદીની જળસપાટીમાં સતત વધારો, તંત્ર એલર્ટ
Bharuch Narmada River : ભરૂચના ગોલ્ડન બ્રિજ પાસે નદીની જળસપાટીમાં સતત વધારો, તંત્ર એલર્ટ
ભરૂચ ગોલ્ડન બ્રિજની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. જેને પગલે તંત્ર એલર્ટ થઈ ગયું છે. ગોલ્ડન બ્રિજની જળસપાટી પહોંચી 26.08 ફૂટ પર. જિલ્લા પોલીસવડાએ ગોલ્ડનબ્રિજ પર જળસ્તરનું કર્યું નિરીક્ષણ. હાલમાં સ્થિતિ નિયંત્રણ હેઠળ હોવાનું જિલ્લા પોલીસવડાએ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, જરૂર પડ્યે સ્થળાંતર સહિતની કામગીરી કરાશે. સ્થળાંતરની જરૂરત પડે તો પોલીસ પ્રશાસન સજ્જ.
ભરૂચ જિલ્લાની તમામ શાળા-કોલેજમાં કાલે રજા જાહેર કરી દેવામાં આવી છે. સંભવિત પૂરના ખતરાને લઈ કાલે જાહેર કરાઈ રજા. ભરૂચમાં હજુ કાલે પણ વરસાદનું રેડ એલર્ટ. વરસાદની સ્થિતિને ધ્યાને લઈ જિલ્લા વહીવટી પ્રશાસનનો નિર્ણય લેવામાં આવ્યો છે.




















