Surat Rain : સમી સાંજે સુરત શહેરમાં છવાયો અંધારપટ, પવન સાથે વરસ્યું જોરદાર માવઠું
સમી સાંજે સુરત શહેરમાં છવાયો અંધારપટ. શહેરના અલગ અલગ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસ્યો ધોધમાર વરસાદ. ગૌરવ પથ, પાલનપુર પાટીયા, રિંગ રોડ, ઉધના દરવાજા, અઠવા ગેટ, પાલ ,અડાજણ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો.. મોટા વરાછા, રાંદેર રોડ, કતારગામ, પાંડેસરા સહિતના નીચાણવાળા વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો. અઠવાલાઈન્સ વિસ્તારમાં વરસાદી પાણીનો જમાવડો જોવા મળ્યો.. મજુરા વિસ્તારની જૂની આરટીઓ ઓફિસ સહિતના રસ્તા પર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો હાલાકી ભોગવતા જોવા મળ્યા.. રસ્તા પર પાણી ભરાતા કેટલાક વાહનો બંધ થતા ચાલકો ધક્કો મારવા મજબુર બન્યા. ડુમસ સહિતના આસપાસના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો.. વરસતા વરસાદમાં ડુમસ દરિયાકાંઠે લોકોની ભીડ ઉમટી.. સુરત શહેરમાં આજે અને આવતીકાલે કમોસમી વરસાદ વરસવાની હવામાન વિભાગે આગાહી કરી છે.




















