Surat News: ગુજસીકોટના આરોપીની જેલમુક્તિ પર સરઘસ, સુરતમાં ચીકના પાંડેની જેલમુક્તિ પર ફિલ્મી સ્વાગત
ગુનેગારોનું મનોબળ કેમ વધે છે અને કેમ બને છે અસામાજિક તત્વો બેફામ તેને ઉજાગરો કરતો કિસ્સો સુરતમાં સામે આવ્યો છે. કુખ્યાત અને ગુજસીટોકનો આરોપી આશિષ ઉર્ફે ચિકના પાંડેની જેલ મુક્તિ શું થઈ, માનો તેમના સાગરિતો માટે તો ભાઈ આવ્યા જેલની બહાર.ચિકના ચેલાઓ તો પગે લાગી તેનું સ્વાગત કર્યું પરંતુ, જેલનો એક કર્મચારી હાથ મિલાવી ચિકનાનું અભિવાદન કરતો હોય તેવું દેખાયું.. ફિલ્મી સ્ટાઈલથી જેલ બહાર સ્વાગત બાદ કાળા કલરની ગાડીના કાફલા સાથે આ ગૂંડાનો રોડ શૉ યોજાયો હોય, તેવા વીડિયો પણ જોવા મળ્યા. કારમાં બેસતા ચિકનાએ વિકટરીનો સિમ્બોલ બતાવી પોતે મોટું પરાક્રમ કર્યું હોય તેવો સંદેશ આપ્યો. જાણે કોઈ સમાજસેવકની મુક્તિ થઈ હોય તે રીતે લાલુ જાલિમ ગેંગના આ રીઢા ગુનેગાર અને બે-બે વાર પાસામાં જઈ આવેલા ચિકનાની ચકાચક માવજત થઈ..આટલુ ઓછું હોય તેમ ચિકનાના ચેલા ચપાટાઓએ રીલ બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ પણ કરી..આશિષ ઉર્ફે 'ચીકનો' ગુનાહિત ઇતિહાસ ધરાવે છે..અગાઉ તેના પર હત્યા હત્યાની કોશિશ,. અપહરણ, લૂંટ, ખંડણી, ગુનાહિત ધમકી, અપમાન, ત્રાસ અને આર્મ્સ એક્ટ જેવા 26થી વધુ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે.




















