Khyati Hospital Scam: ખ્યાતિ હોસ્પિટલ કાંડ બાદ PMJAY યોજનામાંથી સુરતની સનસાઈન હોસ્પિટલને કરાઈ સસ્પેન્ડ
ખ્યાતિ હોસ્પિટલ કાંડ બાદ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાંથી સુરતની સનસાઈન ગ્લોબલ હોસ્પિટલને સસ્પેન્ડ કરવામાં આવી છે.
ખ્યાતિ હોસ્પિટલ કાંડ બાદ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાંથી સુરતની સનસાઈન ગ્લોબલ હોસ્પિટલને સસ્પેન્ડ કરવામાં આવી છે. સનસાઈન ગ્લોબલ હોસ્પિટલમાં ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં સંડોવાયેલા ડૉ. સંજય પટોલિયા પણ વિઝિટીંગ તબીબ તરીકે સેવા આપતા હતાં. ત્યારે હોસ્પિટલને યોજનામાંથી કેમ સસ્પેન્ડ કરાઈ તે અંગે એબીપી અસ્મિતાએ સનસાઈન હોસ્પિટલના સંચાલક બીરેન ચૌહાણનો સંપર્ક કર્યો. બીરેન ચૌહાણે સ્પષ્ટતા કરી કે ત્રણ મહિના માટે હોસ્પિટલને સસ્પેન્ડ કરવામાં આવી છે. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલનો અને સનસાઈન ગ્લોબલ હોસ્પિટલનો કેસ અલગ-અલગ હોવાનો બીરેન ચૌહાણે દાવો કર્યો. આટલું જ નહીં હોસ્પિટલના CEO બિરેન ચૌહાણે ત્યાં સુધી કહ્યું કે સસ્પેન્શન સામે સનસાઈન ગ્લોબલ હોસ્પિટલ અપીલમાં પણ ગઈ છે.