Surat news: સુરત જિલ્લાના નાના બોરસરાની મીલમાં ગેસ ગળતરથી બે કામદારોના નિપજ્યા મોત
સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના નાના બોરસરા ગામે આવેલી મંગલમૂર્તિ બાયોકેમ પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાં આજે એક અત્યંત કરુણ ઘટના બની છે. દવાઓના રો મટીરિયલ બનાવતી આ ફેક્ટરીમાં રિએક્ટરના મેઇન્ટેનન્સની કામગીરી દરમિયાન ઝેરી ગેસ ગળતર થતાં બે કામદારનાં મોત નીપજ્યાં છે. આ ઘટનાને પગલે કંપનીમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને કોસંબા પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના નાના બોરસરા ગામની સીમમાં આવેલી મંગલમૂર્તિ બાયોકેમ પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાં આજે વહેલી સવારે એક ગંભીર દુર્ઘટના ઘટી છે. દવાઓના રો મટીરિયલ બનાવતી આ ફેક્ટરીમાં રિએક્ટર (ટાંકી) ના મેઇન્ટેનન્સનું કામ ચાલી રહ્યું હતું, ત્યારે ઝેરી ગેસ ગળતરની ઘટના બની, જેમાં બે યુવાન કામદારોએ જીવ ગુમાવ્યા.



















