Mahisagar Rain : સંતરામપુરમાં ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી
Mahisagar Rain : સંતરામપુરમાં ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી
મહીસાગરના સંતરામપુરમાં મૂશળધાર વરસાદ. સંતરામપુરના નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી. ગોધરા ભાગોળ, બસ સ્ટેશન સહિતના વિસ્તારોમાં ભરાયા પાણી. સંતરામપુરમાંબપોર બાદ ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો હતો. જેને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.
આ અંગેની વિગતો એવી છે કે, આજે બપોર બાદ મહીસાગર જિલ્લાના સંતરામપુર શહેરમાં મુશળધાર વરસાદ શરૂ થયો હતો. સંતરામપુર શહેરમાં ધોધમાર વરસાદ વરસવાના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. 30 મિનિટના વરસાદમાં જ સંતરામપુરમાં પાણી ભરાયા હતા. વરસાદના પગલે નીચાવાળા વિસ્તારો થયા પાણી પાણી. સંતરામપુર શહેરના ગોધરા ભાગોળ વિસ્તાર બસ સ્ટેન્ડ પાસેના વિસ્તાર સહિતના વિસ્તારોના માર્ગો થયા પાણી પાણી. વીડિયોમાં જુઓ સંપૂર્ણ અહેવાલ.
-





















