Vadodara news: વડોદરાના પાદરામાં ભાજપ-કોંગ્રેસના બે નેતા આમને-સામને
વડોદરા જિલ્લાનું ગરમાયું રાજકારણ. કૉંગ્રેસ જિલ્લા પ્રમુખ જશપાલસિંહ પઢિયારે પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાને કહ્યા જૂઠ્ઠાસિંહ ઝાલા. જેને લઈ છેડાયો વિવાદ. ચૈતન્યસિંહે વિકાસના કોઈ કાર્યો ન કર્યાનો જશપાલસિંહનો આરોપ... જવાબમાં ચૈતન્યસિંહે જશપાલસિંહને બાળક બુદ્ધિ ગણાવ્યા.
વડોદરાના પાદરાની રાજનીતિ ગરમાઈ. કૉંગ્રેસના જિલ્લા પ્રમુખ અને પાદરાના પૂર્વ ધારાસભ્ય જશપાલસિંહ પઢીયારે ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાને જુઠ્ઠાસિંહ ઝાલા કહીને વિવાદ સર્જી દીધો.. જશપાલસિંહ પઢીયારે વિકાસના કાર્યો ન થયા અંગે ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા પર આરોપો લગાવ્યા.. જશપાલસિંહ પઢીયારે લગાવેલા આરોપોનો ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ તેના જ અંદાજમાં જવાબ આપીને જશપાલસિંહને બાળક બુદ્ધિ ગણાવ્યા.. ડિબેટ કરવાનો પડકાર ફેંકીને ચૈતન્યસિંહ ઝાલાએ કહ્યું કે જશપાલસિંહ પઢીયાર માનસિક સંતુલન ગુમાવી ચૂક્યા છે..





















