શોધખોળ કરો
Vadodara: હિંદુ યુવતી સાથે લગ્નના એક વર્ષ બાદ મુસ્લિમ યુવકે શું કરી માંગણી?
વડોદરાના નિઝામપુરા વિસ્તારમાં હિન્દુ યુવતી સાથે પ્રેમ લગ્ન કરનાર મુસ્લિમ યુવકે લગ્નના એક વર્ષ બાદ તેણીને ધર્માંતરણ કરવા દબાણ કરવાનો કિસ્સો સામે આવ્યો છે. યુવતીએ હિંમત દાખવી ફતેગંજ પોલીસ મથકે પતિ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. યુવતીએ ફરિયાદમાં દાવો કર્યો કે કુંભારવાડા ખાતે રહેતા તોસીફ રાણા સાથે તેનો પરિચય થયો હતો. પ્રેમ સંબંધ બંધાતા તેણીએ તેના માતા-પિતાની મરજી વિરુદ્ધ વર્ષ 2018ના જુલાઈ મહિનામાં વડોદરા કુબેર ભવન ખાતે સ્પેશિયલ મેરેજ એક્ટ મુજબ રજીસ્ટર લગ્ન કર્યા હતા. જોકે લગ્નના એક વર્ષ બાદ તોસીફે અસલી રંગ બતાવ્યો અને ધર્મ પરિવર્તન માટે દબાણ કરવા લાગ્યો.
આગળ જુઓ





















