Vadodara Cattle Issue: ઢોરમાલિકોની દાદાગીરી, હથિયારધારી પોલીસની હાજરીમાં જ ઝપાઝપી કરી ઢોર છોડાવી ગયા
વડોદરા શહેરમાં રસ્તે રઝળતા ઢોર ના આતંક કરતા ઢોર માલિકો નો આતંક દિવસે ને દિવસે વધતો જાય છે, ગોરવા વિસ્તારમાં હથિયારધારી પોલીસ ની હાજરી માં પકડાયેલા ઢોર ને ઢોર માલિકો છોડાવી ગયા, ગોરવા પોલીસ મથકે ફરિયાદ થતા એક ઢોર માલિક ની ધરપકડ કરાઈ.
ગોરવા વિસ્તાર માં પશુ પાલકો ઢોર પાર્ટીએ પકડેલા ઢોર છોડાવી જવાનો મામલો. સમગ્ર મામલે માર્કેટ સુપ્રીટેન્ડેન્ટ ડોક્ટર વિજય પંચાલનું નિવેદન. પશુપાલકોને દાદાગીરી સામે અમે પોલીસ ફરિયાદ નોંધાવી . પોલીસે એ આરોપી ભાવેશ રબારીની હાલમાં કરી છે ધરપકડ. ગોરવા વિસ્તારમાં ઢોર પકડવા જતા પશુપાલકો દ્વારા જબરજસ્તી છોડાઈ ગયા હતા ઢોર. હથિયાર સાથે કર્મચારીઓએ બાંધેલી ગાયો છોડાઈ ગયા હતા . છરાથી દોરડુ કાપી છોડાવી ગયા હતા ગાયને . એસઆરપી ની ટીમ પણ હતી સાથે . પોલીસને જાણ કરતા પોલીસે બંદોબસ્ત ફાળવ્યા બાદ ત્રણ ઢોર પાર્ટીની ટીમો દ્વારા કરાઈ કાર્યવાહી . પશુપાલકોના 21 ઢોર ને પકડી કરી છે કાયદેસર કાર્યવાહી.




















