Vadodara Crime Case | વિધર્મી યુવાને સગીરાને ધમકાવી આચર્યુ દુષ્કર્મ, આવી બાબતો માટે કરતો હતો દબાણ
વડોદરાની વધુ એક સગીરા પર દુષ્કર્મ થયા અંગેની ફરિયાદ નોંધાઈ છે. ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતી સગીરા પર વિધર્મી યુવાને દુષ્કર્મ આચર્યું હતું. આ સાથે યુવાન કિશોરીને ગરબા ગ્રાઉન્ડ પર આવીને તેની સાથે ફોટા પડાવે તેવું પણ દબાણ કરતો હતો. હાલ માંજલપુર પોલીસે આ અંગેનો ગુનો દાખલ કરીને વાજીદશા દિવાન નામના આરોપીની ધરપકડ કરી છે. પોલીસ સમક્ષ નિવેદન નોંધાવતા સમયે સગીરા ધ્રુસકે ધ્રુસકે રડી પડી હતી.
આ અંગે મળતી માહિતી પ્રમાણે, કિશોરીને ચાર મહિના પહેલા ઇન્સ્ટાગ્રામ પર મકરપુરામાં રહેતા 19 વર્ષના વાજીદશા દિવાન સાથે મિત્રતા થઈ હતી. જે બાદ યુવાન કિશોરીને પ્રેમ સંબંધ બાંધવા માટે ધાકધમકી પણ આપતો હતો. આ યુવાને કિશોરી સાથે બળજબરીથી વાત કર્યાનો પ્રયાસ કર્યો હતો.





















