Vadodara Road Issue | વડોદરાના વીઆઇપી રોડ પર ડ્રેનજની કામગીરીને લઈ લોકોને ભારે હાલાકી
Vadodara Road Issue | વડોદરા ના વીઆઇપી રોડ પર છેલ્લા 1 માસ થી ડ્રેનેજ નાખવાની કામગીરી ચાલી રહી છે, ડ્રેનેજ કામગીરી સમયે પાળેલા ખાડા ના કારણે રોડ પર તિરાડો પડી ગઈ છે, ડ્રેનેજ લાઈન નાખ્યા બાદ યોગ્ય પુરાણ અને ત્યાં રોડ નું કાર્પેટિંગ ન થતા એરપોર્ટ અને નેશનલ હાઇવે, એક્સપ્રેસ હાઇવે તરફ જતા હજારો વાહન ચાલાકો પરેશાની માં મુકાયા છે, રોડ ની આસપાસ ની સોસાયટીના રહીશો પણ પરેશાની માં મુકાયા છે, રોડ નું કાર્પેટિંગ ન થતા અકસ્માત થઈ રહ્યા છે, અનેક લોકો અમીતનગર સર્કલ થી રોંગ સાઈડ આવી રહ્યા છે જેને સ્થાનિક રહીશો રોંગ સાઈડ ન આવવા સમજાવી રહ્યા છે, વીઆઇપી રોડ પર શાળા અને હોસ્પિટલ આવેલી હોય તેમના માટે પણ સમસ્યા ઉભી થઇ રહી છે ત્યારે સામાજિક કાર્યકર સહિત સ્થાનિકો એ વહેલી તકે ડ્રેનેજ કામગીરી પૂર્ણ કરી રોડ રસ્તા નું કારપેટિંગ કરવા માંગ કરી છે.





ટોપ સ્ટોરી
ટ્રેન્ડિંગ સમાચાર
