Iran-Israel War: ઈરાન-ઈઝરાયલ યુદ્ધમાં હવે અમેરિકાની એન્ટ્રી, જાણો ટ્રમ્પે શું કહ્યું?
ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલ યુદ્ધ વધી રહ્યું છે. અમેરિકા પણ મધ્ય પૂર્વ ક્ષેત્રમાં ચાલી રહેલા સંઘર્ષમાં પ્રવેશી ગયું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે ગઈકાલે મોડી રાત્રે અમેરિકાએ ઈરાનમાં 3 પરમાણુ ઠેકાણાઓ પર હુમલો કરીને નાશ કર્યો છે. આ હુમલાઓમાં ત્રણ વરિષ્ઠ ઈરાની કમાન્ડરોના પણ મોત થયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. તેમની સેનાની પ્રશંસા કરતા તેમણે કહ્યું હતું કે દુનિયામાં બીજી કોઈ સેના નથી જે આ કરી શકે. હવે શાંતિનો સમય છે.
ઈરાનના પરમાણુ ઠેકાણાઓ પર હુમલો કર્યા પછી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને કહ્યું હતું કે, "અમે ઈરાનમાં ત્રણ પરમાણુ ઠેકાણાઓ પર અમારો ખૂબ જ સફળ હુમલો પૂર્ણ કર્યો છે, જેમાં ફોર્ડો, નતાંઝ અને અસ્ફાહાનનો સમાવેશ થાય છે. બધા વિમાનો હવે ઈરાનના હવાઈ ક્ષેત્ર છોડી ચૂક્યા છે." મહાન અમેરિકન યોદ્ધાઓને અભિનંદન: ટ્રમ્પ
















