(Source: ECI/ABP News/ABP Majha)
Spain floods : સ્પેનમાં જળપ્રલયમાં અત્યાર સુધી 200થી વધુ લોકોના મોત, જુઓ અહેવાલ
સ્પેનમાં જળ પ્રલયના કારણે અત્યાર સુધીમાં 200 થી વધુ લોકોના મોત, સૌથી વધુ વેલેન્સિયા શહેરમાં તબાહી સર્જાઈ. સીએના રિપોર્ટ પ્રમાણે આ ભીષણ પૂરના પ્રકોપથી 205 લોકોના મોત થયા છે. જેમાં સૌથી વધુ મોત વેલેન્સિયા શહેરમાં થયા છે. કેટલાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદથી રસ્તાઓ તૂટી ગયા, જેને લઈ આવશ્યક ચીજ વસ્તુઓની સપ્લાય નથી થઈ રહી. આ ખતરાને ધ્યાનમાં રાખી ચેતવણી પણ જાહેર કરી દેવામાં આવી છે. સ્પેનના હવામાન વિભાગે દક્ષિણ. પશ્ચિમ ભાગમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદને લઈ રેડ એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગ અનુસાર યુએલવામાં 5 ઇંચથી વધુ વરસાદ થઈ શકે છે તો અન્ય વિસ્તારોમાં વરસાદને લઈ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. વાવાજોડા માટે યલો એલર્ટ અને એન્ડેવાલો અને કોંડાડો વિસ્તારની અંદર જાહેર કરવામાં આવ્યું છે. સ્પેનના રાષ્ટ્રપતિ પ્રેડો સાંજેઝે સોશિયલ મીડિયા પર લખ્યું અસરગ્રસ્ત લોકોનું દર્દ સંપૂર્ણ સ્પેન અનુભવી રહ્યું છે. જે પણ લોકો પોતાના પરિવારજનોને શોધી રહ્યા છે તેમને અમારા તરફથી તમામ મદદ કરવામાં આવશે. આવશ્યક સંસાધનો સંપૂર્ણ રીતે ઉપયોગ કરવામાં આવી રહ્યું છે. જેને લઈ ઝડપથી આ પરિસ્થિતિમાંથી બહાર આવી શકાય. તો આ તરફ બચાવની કામગીરીને લઈ ઈમર્જન્સી રિસ્પોન્સ યુનાઇટેડના 1 થી વધુ સભ્ય પ્રભાવિત ક્ષેત્રમાં તૈનાત કરવામાં આવ્યા છે. હાલ તો અનેક સ્થળે કાટમાળ હટાવવાની કામગીરી ચાલી રહી છે. એટલે કે પૂરને કારણે કાર મકાનો સહિત ઘર વકરીની ચીજ વસ્તુઓ તણાઈ છે ત્યારે લોકોને મોટા પ્રમાણમાં આ નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે.