શોધખોળ કરો
રાજસ્થાન: જૈન શ્રધ્ધાળુઓની બસને 11 હજાર વોલ્ટની લાઈનનો વાયર અડકતાં છ ભડથું, જુઓ વીડિયો
રાજસ્થાનના જાલૌર જિલ્લાના મહેશપુર ગામમાં મોટી દુર્ઘટના થઈ હતી. મુસાફરોથી ભરેલી બસને વીજળીનો તાર અડકતાં ફેલાયેલા કરંટથી છ લોકોના મોત થયા હતા. ઘટનાની જાણકારી મળતાં જ પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી અને બસમાં ઘાયલોને બહાર કાઢીને હોસ્પિટલ પહોંચાડ્યા હતા. જિલ્લા હોસ્પિટલ ચીફ મેડિકલ ઓફિસર ડો. એસ પી શર્માએ 6 લોકોના મોતની પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું કે, ઘટનામાં 6 લોકોના મોત થયા છે. 6 ગંભીર ઘાયલને જોધપુર રિફર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત 13 લોકોની જિલ્લા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. બસનો રજિસ્ટ્રેશન નંબર આરજે 51 પીએ 0375 છે.
આગળ જુઓ





















