જાપાનમાં મોદી બોલ્યા- "અગાઉ ગંગામાં લોકો પાવલી નાખતા નહોતા,હાલમાં 1000 નાખે છે",
ટોક્યોઃ વડાપ્રધાન મોદી હાલમાં જાપાનના પ્રવાસે છે. જાપાનમાં મોદી ભારતીય સમુદાયના લોકોના કાર્યક્રમમાં પહોંચ્યા હતા. જ્યાં લોકોને સંબોધતા મોદીએ ભારતમાં 500 અને 1000 નોટ પર લગાવાયેલા પ્રતિબંધ બાદ લોકોને પડી રહેલી મુશ્કેલીઓ પર ચર્ચા કરી હતી. મોદીએ જણાવ્યુ હતું કે નોટ પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય મુશ્કેલ હતો. મારી ટીમમાં સૌ વ્યક્તિઓ આ નિર્ણયના ફાયદા અંગે વિચારી રહ્યા હતા જ્યારે હું ત્યારબાદની મુશ્કેલીઓ પર વિચારી રહ્યો હતો. હું સવા સો કરોડ ભારતીઓને નમન કરું છું, જેમણે મુશ્કેલીઓ છતાં દેશના નિર્ણયનો સ્વીકાર કર્યો હતો.
નોટબંદી પર બોલતા મોદી હળવા અંદાજમાં જોવા મળ્યા હતા. મોદીએ કહ્યું કે, અગાઉ લોકો ગંગામાં પાવલી પણ નાખતા નહોતા આજે 1000 રૂપિયાની નોટ નાખી રહ્યા છે. મોદીએ કહ્યું કે, જેમની મહેનતની કમાણી છે તેવા લોકોને જરા પણ ચિંતા કરવાની જરૂર નથી,સરકાર તેવા લોકોને જરા પણ હેરાન નહીં કરે.