વાપીઃ સ્વામીનારાયણ ગુરુકુળના ડાયરામાં લાખો રૂપિયાની ચલણી નોટો ઉડી, વીડિયો થયો વાયરલ
વાપી: નોટબંધી બાદ ડાયરામાં ઉછાળવામાં આવતી ચલણી નોટોની ઘટનામાં કોઇ ઘટાડો થયો નથી. વાપીના સલવાવ સ્વામીનારાયણ ગુરૂકુળે યોજેલા ડાયરામાં લોકોએ લોક સેવા અને ધાર્મિક કાર્યો માટે મન મૂકીને રૂપિયાનો વરસાદ કર્યો હતો. લોકગાયક કીર્તિદાન ગઢવીના આ ડાયરામાં લોકોએ લાખો રૂપિયાનો વરસાદ કર્યો હતો. આ ડાયરાનો એક વીડિયો હાલમાં ખૂબ વાયરલ થયો છે. કિર્તીદાને કહ્યુ કે, ડાયરામાં નોટો ઉડાવવી એ વર્ષોની પરંપરા છે. જેમાં વિવાદ ઊભા કરવામા આવે તો દુખ થાય છે.
આ ડાયરામાં જાણીતા કલાકાર માયાભાઈ આહિર, સુખદેવ ધામેલીયા અને ઉમેશ બારોટ હતા. જો કે આ ડાયરામાં આ વખતે 500 અને બે હજારની નોટો નહીં પરંતુ 10 રૂપિયાની નાની નોટો ઉડાવવામાં આવી હતી.


















