વરરાજા સાથે ઘોડો કૂવામાં પડ્યો, જેસીબીની મદદથી કરાયું રેસ્ક્યું, જુઓ વીડિયો
લખનઉઃ ઉત્તરપ્રદેશના ગોંડામાં કૂવામાં પડેલા એક ઘોડાનું રેસ્ક્યું કરવામાં આવ્યું હતું. આશ્વર્યની વાત એ છે કે ઘોડા સાથે કૂવામાં વરરાજા પણ પડ્યો હતો પરંતુ તેને અગાઉ બચાવી લેવામાં આવ્યો હતો. ઘોડાને બહાર કાઢવા માટે જેસીબી મશીન બોલાવવામાં આવી હતી અને તેને બાંધીને બહાર કાઢવામાં આવ્યો હતો.
વાસ્તવમાં કોતવાલી દેહાતના કાજી તરહર ગામમાં લગ્ન પરંપરા દરમિયાન વરરાજા ઘોડા પર બેસીને કૂવાની પરિક્રમા કરી રહ્યો હતો. આ દરમિયાન ફટાકડા ફોડતા ઘોડો ભડકીને કૂવામાં પડ્યો હતો. જેસીબી મશીન બોલાવીને દોરડાથી બાંધી બંન્નેને બહાર કાઢવામાં આવ્યા હતા. લગ્નની પરંપરા અનુસાર, વરરાજા ઘોડા પર બેસીને કૂવાની પરિક્રમા કરી રહ્યો હતો. આ દરમિયાન કોઇએ ફટાકડો ફોડતા ઘોડી ભડકીને દોડ્યો હતો. વરરાજાને સામાન્ય ઇજાઓ પહોંચી હતી.





















