(Source: ECI/ABP News/ABP Majha)
Video: પેટીએમના CEO એ સ્ટેજ પર આવી પૂછ્યું,'દેશ મેં કોઈ માઈ કા લાલ હૈ જો યે કરે?' મલ્હારી પર કર્યો ડાંસ
પેટીએમના સીઈઓ વિજય શેખર શર્મા અને તેમની કંપની માટે 2016નું વર્ષ ખૂબ સારૂ રહ્યું હતું. તેના યુઝર બેઝમાં વધારો તો થઈ રહ્યો હતો પણ નોટબંધી બાદ જાણે પેટીએમ સિવાય કોઈ વિકલ્પ જ નહોતો. પીએમ મોદીએ નોટબંધીની જાણ કર્યા બાદ બીજા જ દિવસે કંપનીએ જાહેરાત આપી હતી.
2016માં કંપનીએ 1 બિલિયન ટ્રાંસેક્શન કર્યા હતા. તેના યુઝર બેઝમાં 45% વધારો થયો છે. ડિસેમ્બર મહિનામાં જ પેટીએમે 80 મિલિયન એક્ટિવ ગ્રાહકો હોવાનો દાવો કર્યો હતો. હવે તેની પાસે પેમેંટ બેંક બનવાનું પણ લાયસંસ છે. સાત વર્ષ પહેલા પેટીએમ એક પેમેંટ પ્લેટફોર્મ તરીકે શરૂ થઈ હતી. સમય જતાં તેને ચાઈનાની અલિબાબા તરફથી ફંડિગ મળ્યું. તેમજ રેગ્યુલેટરી ચેંજ બાદ ઉબરે પેટીએમને નોન-ક્રેડિટ કાર્ડ વિકલ્પ તરીકે સ્વીકાર્યો હતો. જેનાથી કંપનીને ઘણો ફાયદો થયો હતો.
પેટીએમની એન્યુઅલ ઓફિસ પાર્ટીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. જેમાં સીઈઓ વિજય શેખર શર્મા સ્ટેજ પર આવીને બધા જ કર્મચારીઓને સંબોધી રહ્યા છે. પણ અલગ જ ઉત્સાહ અને અંદાજમાં શર્માએ ઘણી વાતો કરી હતી.
આ વીડિયોમાં શર્મા બોલે છે કે, હમને કુછ સોચા, ‘હમને કુછ સોચા, હમને કુછ સોચા ઔર સાલા દુસરો કી પેંટ ગીલી નહિ હુઈ તો હમને ક્યા સોચા..’
‘અગલે સાલ નેશનલ સ્ટેડિયમમેં પાર્ટી કરેંગે, સબ જલ કે રાખ હો જાયેંગે..’
‘કલેજા દિયા જાન દી ખૂન દિયા સારા કુછ લગા દિયા...’
‘અબ ઈંડિયા મેં હમારી તરફ કોઈ નહિ દેખ રહા, ક્યોં કિ હમે સારા દેશ નહિ સારી દુનિયા દેખ રહી હૈ..’
શર્માની આ અંદાજની સ્પિચની તુલના માઈક્રોસોફ્ટના સીઈઓ સ્ટીવ બામેર સાથે થઈ રહી છે. સ્ટીવ પણ સ્ટેજ પરથી તેમના કર્મચારીઓ સાથે આવા જ અંદાજમાં મળતા હતા.