(Source: ECI/ABP News/ABP Majha)
લંડન હુમલાનો બહાર આવ્યો વીડિયો, આતંકી હુમલાથી ભયભીત લોકો બચવા ટેબલ નીચે સંતાતા પડ્યા નજરે
લંડનઃ બ્રિટનની રાજધાની લંડનમાં ત્રણ અલગ સ્થળોએ આતંકી હુમલો થયો છે. પ્રથમ લંડનના બ્રિજ પર ચાલી રહેલા લોકોને વાન વડે કચડી દેવામાં આવ્યા હતા જ્યારે બેરો હાઇસ્ટ્રીટ અને વોક્સહોલમાં લોકો પર ચાકૂ વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં સાત લોકોના મોત થયા છે જ્યારે ત્રણ હુમલાખોરોને ઠાર મારવામાં આવ્યા છે. જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. ત્રણેય હુમલાની આતંકી સંગઠન ISISએ જવાબદારી લીધી છે. ફોન વડે શૂટ કરવામાં આવેલો એક વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થયો છે. જેમાં હુમલા સમયથી સ્થિતિને જોઇ શકાય છે.
લંડન હુમલાના સમયે અનેક લોકો સાંજે ડિનર કરવા અથવા ચેમ્પિયન લીગની ફાઇનલ જોવા માટે ઘરની બહાર નીકળ્યા હતા. વીડિયો એક રેસ્ટોરન્ટનો છે જ્યાં હુમલાથી ભયભીત લોકો ટેબલ ખુરશી નીચે સંતાવવાનો પ્રયાસ કરતા જોવા મળે છે. લોકોની બૂમો વચ્ચે પોલીસ પણ ત્યાં પહોંચી લોકોને બચવાનું કહે છે. ઘણા લોકો ફ્લોર પર આડા પડી જાય છે.