શોધખોળ કરો
સાબરકાંઠામાં ધોધમાર વરસાદઃ હિંમતનગરમાં ઘરોમાં ઘૂસી ગયા પાણી, જુઓ વીડિયો
સાબરકાંઠા જિલ્લામાં વરસાદ ની રાહ જોવાતા સમય દરમ્યાન આખરે શ્રાવણની શરુઆતે જ વરસાદ ધોધમાર વરસતા ચોમાસા ની જાણે કે ખરા અર્થમાં હવે શરુઆત થઇ હતી. સાબરકાંઠા જીલ્લામાં વડાલીમાં સાત ઇંચ, ખેડબ્રહ્મા છ ઇંચ, ઇડરમાં સાડાપાંચ ઇંચ, હિંમતનગરમાં તલોદમાં સાડા ત્રણ ઇંચ, પ્રાંતિજમાં સવા અઢી ઇંચ અને વિજયનગરમાં અડધો ઇંચ વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદ વરસવાને લઇને હિંમતનગર શહેરમાં નિચાણ વાળા વિસ્તારોમાં પાણી ઘુસી ગયા હતાં જ્યારે શહેરના ખેડ તાશીયા રોડ પર ભુવો પડ્યો હતો અને જેમાં એક ટ્રક ફસાઇ પડી હતી. નેશનલ હાઇવે પર પણ વરસાદી પાણી ભરાઇ જવા પામ્યા હતા અને વરસાદના વિરામ બાદ પણ પાણી ભરાઇ રહેવાની સ્થીતી સર્જાઇ હતી. હિંમતનગર શહેરમાં છાપરીયા વિસ્તાર અને આવાસ યોજના વિસ્તારમાં વરસાદી પાણી લોકોના ઘરમાં ઘુસી આવવાને લઇને લોકો એ પાણી ઉલેચવાની મથામણ કરવી પડી હતી અને ઘરના રાચ રચીલા પણ પાણીમાં પલળી જતા નુકશાની વેઠવી પડી હતી. સાબરકાંઠાની ખારી નદીમાં પણ વરસાદી પાણી આવતા આ ચોમાસાના પહેલા પાણી નદીમાં વહેતા થવાને લઇને લોકમાં આનંદ વ્યાપ્યો હતો. જ્યારે કોરાધાકોર રહેલા ખેતરો પણ બેટમાં ફેરવાયા હતા.
આગળ જુઓ





















