શાંતિપૂર્ણ મતદાન માટે 6 લાખ સુરક્ષાકર્મીઓને નિયુક્ત કરવામા આવ્યા છે. બાંગ્લાદેશ મુસ્લિમ બહુમતી ધરાવતો દેશ છે અને આ દેશના લોકો ક્લાઇમેટ ચેન્જ, ગરીબી, ભ્રષ્ટાચાર અને ઇસ્લામી ઉગ્રવાદ જેવી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. મ્યાનમારમાંથી લાખો મુસ્લિમોને કાઢી મુકાતા આ દેશ તાજેતરમાં વિશ્વ સ્તરે ચર્ચામાં રહ્યો હતો.
2/3
બાંગ્લાદેશની સામાન્ય ચૂંટણીના મતદાનમાં થયેલી હિંસાની ઘટનામાં 10 લોકોનાં મૃત્યુ થયાં છે. ચૂંટણીમાં વિરોધપક્ષને કચડી નાખવાની કોશિશ થઈ રહી હોવાનો આક્ષેપ પણ થઈ રહ્યો છે. અફવાઓને લીધે વધારે અશાંતિ ફેલાવાની શક્યતાને પગલે સત્તાધિકારીઓએ હાઈ-સ્પીડ ઇન્ટરનેટને બંધ કરવાનો આદેશ આપ્યો છે.
3/3
ઢાકા: બાંગ્લાદેશમાં સામાન્ય ચૂંટણી માટે રવિવાર સવારથી જ મતદાન શરૂ થયાની સાથે હિંસક ઘટનાઓના પણ બની હોવાના રિપોર્ટ્સ સામે આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 10 લોકોના મોત થયા છે જ્યારે અન્ય કેટલાક લોકો ઘાયલ થયા છે. ઘણી જગ્યાઓ પર મતદાનમાં અડચણ ઉભી કરવાનો પણ પ્રયાસ થયો છે. આ ચૂંટણીમાં જીત મેળવી પ્રધાનમંત્રી શેખ હસીના રેકોર્ડ ચોથી વખત દેશની સત્તા સંભાળવાની સંભાવના છે.