નવી દિલ્હીઃ એક મહિલા રાજનેતાને સંસદમાં લો-કટ ડ્રેસ પહેરીને જવા માટે લોકોએ આડે હાથ લીધા છે. અમુક લોકોની હિંમત એટલી વધી ગઈ કે તેમણે આવો ડ્રેસ પહેરવા માટે મહિલા સાંસદ પર રેપ કરવાની ધમકી પણ આપી દીધી હતી. આ મામલો બ્રાઝિલનો છે.
2/4
સાંસદ એના સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે. તેના હજારો ફોલોઅર્સ છે. વિવાદ પર તેણે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું કે, મારા કપડાંને કામ સાથે કોઇ લેવા દેવા નથી. તેને ધમકી આપી રહેલા લોકોને ચેતવણી આપતાં કહ્યું કે, આવા લોકો પર કેસ પણ કરીશ.
3/4
43 વર્ષની એના પાઉલા ચાલુ વર્ષે જાન્યુઆરીમાં યોજાયલી ચૂંટણીમાં સંટા કટરીનાથી સાંસદ તરીકે વિજેતા બની હતી. તેણે 50 હજાર વોટથી ચૂંટણી જીતી હતી. આ પહેલા એના મેયર પણ રહી ચૂકી છે. સંસદમાં પહેરવામાં આવેલા લો કટ ડ્રેસની તસવીર વાયરલ થઈ રહી છે અને આ માટે તેને ટ્રોલ કરવામાં આવી રહી છે.
4/4
વિવાદ થયા બાદ એનાએ સ્પષ્ટતા પણ આપી છે. તેણે કહ્યું કે, ‘હું વારંવાર આવા ટાઇટ અને લો કટ ડ્રેસ પહેરું છું. હું જેવી છું તેવી જ રહીશ. હું હંમેશા આવી વાતોમાં ન પડીને ખુશ રહેવા માંગુ છું.’