ઝિગાઝે શિગાત્સે તરીતે પણ જાણીતું છે અને આ પ્રદેશ સિક્કીમની એકદમ નજીક આવેલો છે. બ્રહ્મપુત્રા ઝિગાઝેમાં થઈને અરૂણાચલ પ્રદેશમાં પ્રવેશે એ પહેલાં ઝિયાબુક્યુ તેમાં ભળે છે તેથી ભારતને આ નદીનુંતમામ પાણી મળતું. હવે તેનો પ્રવાહ જ રોકી દેવાશે તેથી ભારતમાં પાણીનો પ્રવાહ રોકાશે.
2/7
કૈલાસ માનસરોવર પાસેથી નિકળીને સિંધુ નદી ભારતમાં લદાખમાં આવે છે. લદાખથી એ ગિલગિટ-બાલ્તિસ્તાન જાય છે અને પછી ખૈબર પખ્તુનવાલા થઈને પાકિસ્તાનના પંજાબમાંજાય છે. આપણે સિંધુને રોકી એટલે ચીન તિબેટથી જ સિંધુને રોકી દે.
3/7
ચીન ભારતને સિંધુ નદીનાં પાણીના મુદ્દે પણ પરેશાન કરી શકે. ભારત સિંધુ નદીનાં પાણી પાકિસ્તાનમાં જતાં રોકે તો ચીન આપણને ફટકો મારશે. સિંધુ નદી તિબેટના પશ્ચિમ ભાગમાંથી નિકળે છે. કૈલાસ પર્વત અનેકૈલાસ માનસરોવરની નજીક તેનું ઉદગમસ્થાન છે.
4/7
ચીન બ્રહ્મપુત્રા નદી પર બીજા 11 ડેમ બનાવવાનું છે અને એ રીતે ભારતને બ્રહ્મપુત્રાનું પાણી ના મળે તેવી તેની યોજના છે. તિબેટમાં બ્રહ્મપુત્રા પર 1.50 અજ ડોલરના ખર્ચે ચીન ઝામ હાયડ્રોપાવર પ્રોજેક્ટ બનાવશે. ભારતે તેની સામે વાંધો લીધો છે કેમ કે તેના કારણે પાણીનો પ્રવાહ ઘટી જશે.
5/7
આગામી પાંચ વર્ષમાં બ્રહ્મપુત્રા પર ચીન બીજા ત્રણ જંગી પ્રોજેક્ટ બનાવશે. તેના કારણે ભારતને મોટો ફટકો પડશે. ભારત અને ચીન વચ્ચે જળ સંધિ નથી તેથી ભારત ચીનની આ આડોડાઈ સામે આંતરરાષ્ટ્રીય અદાલતમાં પણ જઈ શકે તેમ નથી.
6/7
ચીનમાં બ્રહ્મપુત્રા નદી યાગલુંગ ઝાંગબો તરીકે ઓળખાય છે. ચીને ઝિયાબુક્યુ નદીનો પ્રવાહ રોક્યો છે. આ નદી પર તિબેટના ઝિગાઝેમાં ચીન 74 કરોડ અમેરિકન ડોલરના ખર્ચે લાલ્હો પાવર પ્રોજેક્ટ બનાવી રહ્યુંછે. આ પ્રોજેક્ટ જૂન 2014માં શરૂ થયો હતો ને 2019માં પૂરો થશે.
7/7
નવી દિલ્હીઃ ચીને તિબેટમાં બ્રહ્મપુત્રા નદીને મળતી એક નાનકડી નદીને રોકી દીધી એ પાશેરામાં પહેલી પૂણી છે અને પાકિસ્તાનના ઈશારે બ્રહ્મપુત્રાનો પ્રવાહ રોકીને ભારતનું નાક દબાવવાની બ્લુપ્રિન્ટ ચીને તૈયાર કરી દીધી છે. ભારતને બહુ મોટો ફટકો મારવા ચીન તૈયાર છે ને એ રીતે ચીન એક કાંકરે બે પક્ષી મારશે.