શોધખોળ કરો
ચીનના વિકાસથી પાડોશી દેશોને કોઈ પણ મુશ્કેલી નહીં આવે: જિનપિંગ
1/2

બિજિંગ: ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે ચીનના પાડોશીઓને આશ્વાસન આપ્યું છે કે, બિજિંગ વાતચીતના માધ્યમથી પોતાના વિવાદોને ઉકેલવા માટે તૈયારે છે, પરંતુ પોતાની રણનીતીક હિતોની કિંમત પર નહીં. જિનપિંગે આ નિવેદન હાલમાં ભારત સાથે થયેલા ડોકલામ વિવાદ અને દક્ષિણ પૂર્વી સાગરમાં ચીનના વિવાદ સાથે સરખાવી રહ્યું છે.જિનપિંગે આ વાત ચીનની સત્તાધારી કમ્યુનિસ્ટ પાર્ટીની મહત્વપૂર્ણ બેઠકની શરૂઆત કરતા કહ્યું. આ બેઠક આવતા પાંચ વર્ષના બીજા કાર્યકાળની રૂપરેખા નક્કી થશે.
2/2

પાડોશી દેશો સાથેના સંબંધ પર જિનપિંગે કહ્યું કે, ચીન ક્યારેય પણ વિસ્તારવાદી કામમાં સામેલ નહીં થાય, પછી તે વિકાસના કોઈ પણ સ્તર સુધી પહોંચે તો પણ. જિનપિંગે કહ્યું, ‘ચીન બીજાને નજર અંદાજ કરીને ક્યારેય પણ પોતાનો વિકાસ નહીં કરી શકે અને તેના વિકાસથી ક્યારેય કોઈને ખતરો નહીં ઊભો થાય’.
Published at : 19 Oct 2017 05:21 PM (IST)
View More























