ચોરી કરવામાં આવેલા 40 કરોડ રૂપિયામાંથી અડધા રૂપિયા પનામા બેન્કમાં મોકવવાના હતા. જ્યારે બાકીના રૂપિયા વિદેશમાં ચાલી રહેલા દાઉદના અન્ય ધંધામાં લગાવવાના હતા. આ રૂપિયા દાઉદના સાથીદારોએ મુંબઇ, દિલ્લી સહિતના ભારતના અન્ય શહેરોમાંથી એકત્ર કર્યા હતા.
2/5
જબીરે ખલીકને કહ્યું હતું કે દાઉદને તેમના જ એક અન્ય વફાદાર માણસ રજાકે આ હેરફેર વિશે જણાવ્યું છે. રજાકના મત પ્રમાણે ખલીકની આ હરકતના કારણે અંડરવર્લ્ડની દુનિયામાં દાઉદનું નામ ખરાબ થયું છે. ઈન્ટેલિજન્સના મત પ્રમાણે ગયા વર્ષે નવેમ્બરમાં આ મામલે ડી-કંપનીએ કેનેડાથી તેમના બે માણસ દિલ્હી મોકલ્યા હતા. ખાલિક હજુ પણ મણિપુરમાં છૂપાઇને બેઠો છે.
3/5
મુંબઇઃ ભારતના મોસ્ટ વોન્ટેડ ડોન દાઉદ ઇબ્રાહિમને વૈશ્વિક આતંકી સ્વરૂપે ઓળખવામાં આવે છે. દાઉદ વિશ્વના અનેક દેશોમાં ડ્રગ અને નશાનો વ્યપાર કરે છે. પણ હવે લાગે છે કે દાઉદનો ડર ખત્મ થઇ ગયો છે. દાઉદ ઈબ્રાહિમ સાથે તેના જ એક વિશ્વાસુ ગણાતા માણસે દગાખોરી કરી 40 કરોડ રૂપિયા લઇને ભાગી ગયો છે. દાઉદના ખાસ માણસોમાં સામેલ ખાલીક અહેમદ દાઉદના રૂ. 40 કરોડ લઇ ફરાર થયાનું એક રિપોર્ટમાં જણાવાયું હતું.
4/5
જાસૂસી એજન્સીઓ પાકિસ્તાનમાં દાઉદના સાથી જાબિર મોતી અને ખાલિક અહેમદ વચ્ચે ફોન પર થયેલી વાતચીતના આધારે જાણકારી મળી છે. ખાલિક ભારત અને શારજહાં આવતો જતો રહે છે. ભારતીય ખાનગી એજન્સીને આ વિશે ત્યારે માહિતી મળી જ્યારે તેણે ખલીક અને દાઉદના અન્ય માણસ જાબીર મોટી સાથેની વાત-ચીત રેકોર્ડ કરી હતી. જાબીર મોટી પણ દાઉદ માટે ગેરકાયદેસરની વસુલાતનું કામ કરે છે.
5/5
ખાલીક અહેમદને દાઉદ ઈબ્રાહિમનો ખૂબ ખાસ વ્યક્તિ માનવામાં આવતો હતો. ખાલિક દાઉદનો ગેરકાયદેસર વેપાર સંભાળતો હતો. એક અંગ્રેજી વેબસાઇટના રિપોર્ટ પ્રમાણે, ખાલિકને નવી દિલ્લીમાં કોઇ પાસેથી 45 કરોડ રૂપિયા લેવાના હતા જેમાં 40 કરોડ રૂપિયા હવાલાથી વિદેશ મોકલવાના હતા. જેમાંથી 5 કરોડ રૂપિયા દાઉદે તેને ખર્ચ માટે આપ્યા હતા. પરંતુ ખાલિક પાંચ કરોડની સાથે 40 કરોડ રૂપિયા લઇને ભાગી ગયો છે. હાલમાં દાઉદ તેને શોધી રહ્યો છે.