શોધખોળ કરો
ડોક્ટરે દવાને બદલે બીયર ચડાવીને દર્દીનો બચાવ્યો જીવ, જાણો કેવી રીતે
1/3

નવી દિલ્હીઃ જો તમને આવીને કોઈ કહે કે એક વ્યક્તિનો જીવ એટલા માટે બચી ગયો કારણ કે ડોક્ટરોએ તેને દવા પહેલા દારૂ પીવડાવ્યો હતો તો તમે શું કહેશો? આવું જ કંઈક વિયેતનામમાં થયું છે જ્યાં આલ્કોહોલ પોઈઝનિંગનો ભોગ બનેલ 48 વર્ષના ગુયેન વૈન હોસ્પિટલ પહોંચ્યો છે. ગંભીર સ્થિતિ જોતા ડોક્ટરોએ વૈનને તરત જ ત્રણ બોટલ બીયર ચઢાવ્યું છે. આ દર્દીનું નામ ગુયેન વૈન હાટ છે.
2/3

રિપોર્ટ મુજબ 48 વર્ષના હાટને મીથેનોલ લેવલ નોર્મલ કરતા 1,119 ગણું વધારે થયું હતું. મિથેનોલના લીવર પ્રોસેસિંગને ઓછું કરવા માટે સૌથી પહેલા ડોક્ટરની એક ટીમે હાટના પેટમાં એક લીટર બીયર પહોંચાડી. ત્યાર બાદ દરેક એક ક્લાકે એક કેન બીયર પેટમાં પહોંચાડવામાં આવી. એવી રીતે કુલ 15 કેન બીયર દર્દીના પેટમાં પહોંચાડવામાં આવી હતી. જેના પછી હાટ ભાનમાં આવ્યો હતો.
Published at : 22 Jan 2019 02:25 PM (IST)
View More





















